એ.એમ.પી. સરકારી લો કોલેજ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એ.એમ.પી. સરકારી લો કોલેજ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના LL.M. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસારના ઉદ્દેશ સાથે તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાજકોટની એ.એમ.પી. સરકારી લો કોલેજ ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘LIFE’ ગ્રુપ દ્વારા સવારે ૮:૪૫થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કાયદાકીય અધિકારો, ભારતીય બંધારણ અને સાયબર સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી પાયલ બાબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં રવિભાઈ ચાવડાએ પ્રથમ માહિતી અહેવાલ (FIR), ઘેલો દેસાઈએ ભારતીય બંધારણનું હાર્દ તથા રિદ્ધિ ગણાત્રાએ સાયબર જાગૃતિ અંગે માહિતી રજૂ કરી હતી.

આ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ નાગરિકોના કાયદાકીય અધિકારો, ભારતીય બંધારણનાં મૂળભૂત મૂલ્યો અને વર્તમાન ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાના મહત્ત્વ જેવા વિષયોને માનવ અધિકારોના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા હતા.

આ પ્રસંગે એ.એમ.પી. સરકારી લો કોલેજ તરફથી ડૉ. અરુંધતિ મેડમ રૂબરૂ ઉપસ્થિત રહ્યાં હતાં. ભવન તરફથી ચિંતનકુમાર શકોરિયા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના કાયદાકીય જનજાગૃતિના પ્રયાસને બિરદાવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રાપ્ત કરેલા સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપે રજૂ કરવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાહેર સંવાદ, નેતૃત્વ, કાયદાકીય વિષયોની રજૂઆત અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે.

માનવ અધિકારો અને કાયદાકીય શિક્ષણને સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ ભવનના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ બની રહ્યો હતો.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

25-09-2026